Chapter 06
MP3 Audio
Bhagavad Gita - Chapter 06 : Sanskrit
Saral Gita - Chapter 06 : Gujarati
Atmasanyam Yog
In this chapter Lord Krishna give details about performing yoga. It answers common questions like where and how and in which posture should a spiritual aspirant sit and perform yoga, what kind of life should one lead etc. Spiritual aspirants would gain an invaluable insight from these sayings.
Arjuna raises a doubt that it is difficult to control mind and senses to which Lord Krishna replies that it is difficult but not impossible. Arjuna has one more doubt: What happens when an aspirant dies without reaching his ultimate goal? Lord Krishna says that nothing goes in vain. In the next birth, one marches forward from where he or she has left.
અધ્યાય છઠ્ઠો : આત્મસંયમ યોગ
ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું - બધું જ સરખું હોય છે.
આત્મસંયમયોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઇએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાપી શકાય એ વિશેની વિશદ છણાવટ કરવામાં આવી છે. આત્મસંયમયોગના સાધક માટે અતિ ઉજાગરા કે અતિ આહાર વર્જ્ય છે. ગીતા મધ્યમ માર્ગનું પ્રતિપાદન કરે છે.
મનના સંયમની વાતને અર્જુને યોગ્ય રીતે જ દુષ્કર બતાવી જણાવ્યું કે મન તો વાયુ જેવું અતિ ચંચલ અને બલવાન છે. તેનો કાબૂ કરવો અતિ કઠિન છે. એના પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે પ્રયત્ન અને વૈરાગ્ય - એ બે સાધનની મદદથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.
યોગમાર્ગની અધૂરી સાધનાવાળા સાધકની શી દશા થાય છે એવા અર્જુનના પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન જણાવે છે આવો સાધક ફરી પુણ્યવાન ઘરોમાં જન્મીને પોતાની અધૂરી રહેલી સાધનાને આગળ ધપાવે છે. કરેલી સાધના કદીપણ નકામી જતી નથી.
Explore below verses from Chapter 06 of Bhagavad Gita alongwith mp3 audio in Gujarati by Ashit & Hema Desai from album Saral Gita.
